February 21, 2013

| | | 0 comments
સમય ના સમીકરણ ને સમજી શક્યો નહીં વ્યવહાર ના વ્યાકરણ ને સમજી શક્યો નહીં સમય સમય ના હિસાબે વહે, જાણે છે "માનસ" પણ સમય ના સમય નો હિસાબ સમજી શક્યો નહીં ચૂકવી દીધું છે બધું પણ વ્યાજ હાજી બાકી છે સંબંધ ના ચક્ર વૃદ્ધિ વ્યાજ ને સમજી શક્યો નહીં કારણ કોઈ પણ હોય હપ્તો કદી ચૂક્યો નથી પણ લાગે છે હાજી ચૂકવવા ની શરૂઆત થવી બાકી છે વહી ગયો સમય, વ્યાકરણ-સમીકરણ બદલાયા નથી જ્યારે પણ પાછળ વળી જોઉં છું અવાજ આવે છે આગળ થી આગળ જો "માનસ" હજી ઘણું ચૂકવવા નું બાકી છે તસ્વીર લાગી ગયી દીવાન-ખાના માં ફૂલો પણ ચઢી ગયા જેટલાઆવે દિલસોજી માટે અશ્રુભીની આંખે, લેણદાર લાગ્યા દરેક ના ચહેરા પર ઍક્જ પ્રશ્ન જોઉં છું, તમે તો ચાલ્યા ગયા કોણ ચૂકવશે હવે જે તમે કયારેય લીધું હતું.....નહીં સમય ના સમીકરણ ને સમજી શક્યો નહીં