vitela yug

January 8, 2018

| | |
ઘણી વખત આપણે જીવન માં ઍ બધું જોઈ નથી શકતા કે જે આપણી નજર સમક્ષ જ હોય છે,
વૃદ્ધાવસ્થા ની કેડી પર આવી ને ઉભા રહેલા ઍક વૃદ્ધ દંપતી ની વાસ્તવિક જીવન ની વાત જ્યારે મારી સમક્ષ આવી ત્યારે ઍમની વાત ને સંક્ષિપ્ત માં રજૂ કરું છું....
થાક તો લાગ્યો છે, પણ ચાલ બહાર ઍક આંટો મારી આવીયે
ચાલ, ફરી થી જૂના રસ્તાઓ પર નજર નાંખી આવીયે
જ્યાં બેસતા હતા ઍ બાંકડો હવે તો રહ્યો નથી પણ
જૂની પડી ગયેલી ઍ ઈમારતો પર નજર નાંખી આવીયે
સમાજ ની બીક થી હાથ ન પકડી શકતા હતા ઍક બીજા નો
પણ, ચાલ ઍક બીજા ના સહારે આજે સમાજ પર નાંખતા આવીયે
સપ્તપદી ના શ્લોકો નિભાવતા નિભાવતા જીવન જીવવા નું ચુકી ગયા
સંબંધો ના બંધનો નિભાવતા નિભાવતા આપણા બંધનો ભુલી ગયા
ચાલ, આજે ઍ બંધનો ફરી થી તાજા કરી આવીયે
ઘણી બધી માગણીઓ, લાગણીઓ માં તણાઈ ગયી
જાણે હાથ ની રેખાઓ ઍક્મેક નાચેહરા પર વણાઈ ગઈ
ચાલ, ઍક બીજા સમ જોઈ ઍ રેખાઓ ને વાંચી આવીઍ
સાંભળ્યું છે નવું સ્મશાન ગૃહ બન્યું છે જ્યાં પહેલા જૂનું પીપળો હતો
ચાલ, ઍક વાર સાથે જઈ ને આપણો વિસામો જોતા આવીયે
થાક તો લાગ્યો છે પણ ઍક આંટો મારી આવીયે
વીતેલી સાંઝ પર ઍક નજર નાંખતા આવીયે
માનસ
૧૨-૧૮-૧૭

0 comments :

Post a Comment