આશા

September 6, 2011

| | |
સરવર શ્રાવણ માં સજાવ્યા સપના, કે તમે આવશો
મનમંદિર માં વસાવ્યા વરસો તમને, કે તમે આવશો
વરસાદ માં છુપાવ્યા આંસુ વિરહ ના, કે તમે આવશો
રિસાઈ ગયા હતા તમે ને તન છૂટા પડ્યા હતા પણ
દિલ માં અતૂટ આશા હતી કે તમે જરૂર થી આવશો
ભૂમિકા જીવન ની તૈયાર કરી હતી કે તમે આવશો
મારી છેલ્લી ક્ષણો માં લખેલો પત્ર મળશે તમને..
પુસ્તકો માં છુપવેલા ફૂલ લઈ તમે, આવશો ને.....

0 comments :

Post a Comment